Connect Gujarat
ગુજરાત

ભરૂચ : શાળાએ જતી પોલીસકર્મીની સગીર દીકરીના અપહરણ-દુષ્કર્મ મામલે નરાધમને આજીવન કેદની સજા...

X

સગીરા શાળાએથી પરત નહીં આવતા પરિવારમાં ચિંતા

વાનના ડ્રાઇવરે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

નરાધમને આજીવન કારાવાસની કોર્ટ દ્વારા ફટકારી સજા

નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ આચારવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આવી જ એક ઘટના કે, જેમાં પોલીસ કોસ્ટેબલની સગી૨ દીકરીને આરોપીએ શાળા જતાં સમયે શાળાના ગેટ પાસેથી ખેચી તમાચો મારી ઈકો ગાડીમાં લઈ જઈ અપહરણ કર્યું હતું. બનાવ સમયે ભોગ બનનારની ઉમર માત્ર 14 વર્ષની હતી, અને તેણી ધો૨ણ 9માં અભ્યાસ કરતી હતી. તેણીને આરોપી હીમાશું ઉર્ફે હેમંત કાછીયા પટેલે પોતાની મારૂતી વાનમાં લાવવા અને લઈ જવા મુકી જતો હતો. તે સમય દરમ્યાન ભોગ બનના૨ને ઘણીવા૨ હેરાન કરતો હતો. જે વાત ભોગ બનનારે તેના પિતાને કરી હતી. જેથી સગીરના પિતાએ આરોપીને મોબાઈલ ઉ૫૨ તેને ઠપકો આપ્યો હતો. વર્ષ 2017ની તા. 27 જુલાઇના રોજ ભોગ બનનાર સગીરા શાળાએ જવા માટે મારૂતી વાનના ડ્રાઈવ૨ સાથે ગઈ હતી,

જે શાળાએથી પરત ન ફરતાં સ્કુલ વાનના ડ્રાઇવરને પૂછપરછ કરી હતી. વધુંમાં આ અંગે ભોગ બનના૨ની બહેનપણીએ પણ યોગ્ય અને સંતોષકા૨ક જવાબ આપી શકી ન હોવાના કારણે પરિવારની ચિંતા વધી હતી. સમગ્ર ગુનાના કામે આરોપીની ધરપકડ થયા બાદ આરોપી વિરૂધ્ધ ચાજૅશીટ દાખલ થતાં ફરીયાદ પક્ષનો કેસ વી.જે.કોલોત્રાની કોર્ટ સમક્ષ ચાલી જતાં, આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ, અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલ. પરેશ બી. પંડયાની દલીલો અને ચુકાદાઓને ધ્યાનમાં લેતા તા. 18 જુલાઇના રોજ આ ગુનાના કેસના આરોપી હીમાશું કાછીયા પટેલને ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફોમૅ સેકસ્યુલ ઓફેન્સીસ એક્ટની કલમ મુજબ કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સખત સજા તેમજ ભોગ બનના૨ને રૂ. 7 લાખનું વળત૨ સાથે જ આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

Next Story