New Update
/connect-gujarat/media/post_banners/3f95d998f243db7422291c0ba2d9f3feeff6c6ab60a3ff795b1f0fb3b2050388.webp)
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી સી.કે. જ્ઞાન જ્યોત હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ અંગે વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી સી.કે. જ્ઞાનજ્યોતિ હાઇસ્કુલ ગોવાલી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, વકતા તરીકે રોહનભાઈ પટેલ કુમુદબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશિષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સાથે જ ભરૂચની ઉન્નતિ વિદ્યાલયમાં કવિ સંમેલન પણ યોજાયું હતું.જેમાં કવિ દર્શના વ્યાસ, ધ્રુવ જોશી અને અંજના પરમાર દ્વારા કવિતાનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.
સદર કાર્યક્રમોમાં શાળા પરિવાર તેમજ સાહિત્ય જગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories