ભરૂચ : જંબુસરના કાવી ગામે બકરા ચોરી કરવા આવેલ શખ્સો CCTVમાં કેદ

બકરા ચોર ટોળકીની કરતૂત મકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, તારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે બકરા ચોરી કરતી ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

New Update
બકરા ચોર ટોળકી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં કાર લઇને બકરા ચોર ટોળકી ત્રાટકી હતી. પરંતુ સ્થાનિકો જાગી જતાં જ ચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ત્રાટકેલી બકરાચોર ગેંગના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

કાવી ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી મોટી મસ્જિદ વિસ્તારમાં આવેલ મકાન બહાર સ્થાનિકે 5થી 6 બકરા બાંધ્યા હતા. જોકેરાત્રિના 12 વાગ્યાના અરસામાં એક સફેદ રંગની કારમાં કેટલાક અજાણ્યા યુવાનો આવે છેઅને તેમાંથી એક યુવાન ઉતરીને ઘરના આંગણામાં રહેલાં બકરાઓને ઉઠાવીને કારમાં મુકવા લાગે છે.

બકરા ચોરી કરવા આવેલ શખ્સો CCTVમાં કેદ

મકાનના ઓટલા પરથી 4થી 5 બકરા ઉઠાવીને કારમાં મુકવામાં આવે છેઅને યુવાન બીજી બકરી ઉપાડવા જાય છેત્યારે કારમાંથી બીજા બકરાઓ બહાર આવી ભાગી જાય છે. તસ્કરો બકરા ઉઠાવી રહ્યા હોયત્યારે સ્થાનિકો જાગી જતાં બકરા ચોર ટોળકી ભાગી જાય છે. જોકેટોળકી માત્ર એક જ બકરી ઉઠાવી જવામાં સફળ રહે છે.

 ટોળકી જે કાર લઈને આવી હતીતેની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારવામાં આવી હતીજેથી કારનો નંબર વંચાઈ શકે તેમ નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કેબકરા ચોર ટોળકીની કરતૂત મકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતીતારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે બકરા ચોરી કરતી ટોળકીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Latest Stories