ભરૂચ : 2 શ્રમિકોના બેંક ખાતાનો ઉપયોગ કરી રૂ. 28.20 લાખની ઠગાઈ કરનાર 5 ભેજાબાજોની પોલીસે કરી ધરપકડ...

ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સી’ ડિવિઝન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં આરોપીઓએ 2 શ્રમિકોના બેંક

New Update
Advertisment

શહેરમાંથી સાયબર ફ્રોડનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો

Advertisment

2 શ્રમિકો સાથે છેતરપિંડીની સી’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

છેતરપિંડીના મામલામાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી

શખ્સોએ શ્રમિકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને ઠગાઈ આચરી

5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય

ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સી’ ડિવિઝન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કેસમાં આરોપીઓએ 2 શ્રમિકોના બેંક ખાતાનો ઉપયોગ કરીને રૂ. 28.20 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી. મળતી માહિતી અનુસારઆર.કે.સેલેસ્ટીયલ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતાં શૈલેષ સુરેશભાઈ ચૌહાણએ તેના શ્રમિક રામ સેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો. શૈલેષ ચૌહાણે તેના બન્ને મજૂરોને જણાવ્યું હતું કેતેનું બેંક ખાતું બંધ થઈ ગયું છેઅને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે.

ત્યારબાદ ગત ઓગસ્ટ 2024માંરામલાલના SBI અને BOB બેંક ખાતામાં અનુક્રમે રૂ. 9.20 લાખ અને 9.50 લાખ જમા કરવામાં આવ્યા હતાજ્યારે રામ સેવકના SBI ખાતામાં રૂ. 9.50 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં બન્ને મળીને અંદાજીત રકમ રૂ. 28.20 લાખ તેઓએ ચેકથી ઉપાડીને શૈલેષ ચૌહાણને આપ્યા હતા. જોકે ત્યારબાદ બન્ને અરજદારના બેંક એકાઉન્ટ સીઝ થઈ જતાં તેઓએ બેંકમાં તપાસ કરતા તેઓ સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતાં તેઓએ બંને અરજદારોએ સી’ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાં પોલીસે શૈલેષ ચૌહાણને ઝડપી પાડતા તપાસમાં બહાર આવ્યું હતું કેઆ સમગ્ર કૌભાંડમાં રવિરાજ ચૌહાણવિકાસ યાદવરાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા. આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતીઅને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories