વડોદરાની સ્કૂલ વાનની ઘટના બાદ ભરૂચ પોલીસ એક્શનમાં

ઇકો કારના ચાલકે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત સર્જાતા આખરે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક ઉપર જ નહીં પરંતુ વાહનના માલિક ઉપર પણ દાખલ કરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

ભરૂચ પોલીસ એક્શનમાં
New Update

વડોદરા ખાતે ચાલુ ઇકો કારમાંથી વિદ્યાર્થીઓ પટકાયા હોવાના વાયરલ થયેલા CCTV ફૂટેજ બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છેત્યારે ભરૂચમાં દારૂના નશામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતો ઇકો કારના ચાલકે સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત સર્જાતા આખરે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક ઉપર જ નહીં પરંતુ વાહનના માલિક ઉપર પણ દાખલ કરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હોય તેમ સાબિત થઈ રહ્યું છે. 

વડોદરા શહેરમાં ઇકો કારમાં બેસી શાળાએ જતા વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ રોડ ઉપર પટકાયા હોવાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે જે વાહનનો ઉપયોગ થાય છેતેના ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારની અરુણોદય બંગલો સોસાયટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને ઈકો ચાલક (સ્કૂલ વાનનો ચાલક) ઘરે મુકવા આવ્યો હતોતે દરમિયાન સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડ્યું હતું.

જોકેસ્કૂલ વાનનો ચાલક દારૂના નશામાં હોયઅને વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવું કૃત્ય કર્યું હોવાના કારણે સોસાયટીના રહીશોએ સમગ્ર મામલે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. બનાવના પગલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જતો ઈકો ચાલક દારૂના નશામાં હોયજેથી પોલીસે સ્કૂલ વાન ચાલક ગણપત ચૌહાણની ધરપકડ કરી હતી. આ સાથે જ ચાલક દારૂની ટેવવાળો હોવા છતાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેમ હોવાથી વાહન માલિક સંદીપ પ્રજાપતિની પોલીસે કરી ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#ભરૂચ પોલીસ #સ્કૂલવાન #પોલીસ એક્શનમાં
Here are a few more articles:
Read the Next Article