ભરૂચ પોલીસના મેગા કોમ્બીંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ

શંકાસ્પદ માલ સામાન ચેકિંગ કરી CRPC ૧૦૨ મુજબની કાર્યવાહી તથા સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના કેસ તથા બાળ મજદુરી અંગેના કેસો કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

ભરૂચ પોલીસના મેગા કોમ્બીંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ
New Update
ભરૂચ જિલ્લામાં ભુતકાળમાં ચોરી, ધાડ, લુંટ, ચીલ ઝડપ જેવા બનાવો બનેલા હોય તથા દારૂના ગોડાઉનો તથા ડ્રગ્સ તેમજ અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ પકડાયેલ હોય જેથી અગમચેતીના પગલારૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે  ભરૂચ SOG, LCB, પેરોલ ફર્લોની ટીમો અલગ અલગ ડીવીઝનમાં ફાળવણી કરી ભરૂચ ડીવીઝનના પોલીસ સ્ટેશનની ટીમો ભરૂચ શહેર "સી" ડીવી. પો.સ્ટે. ખાતે તથા અંકલેશ્વર ડીવીઝનના પોલીસ સ્ટેશનની ટીમો અંકલેશ્વર GIDC પો.સ્ટે. ખાતે તથા વાગરા ડીવીઝનના પોલીસ સ્ટેશનની ટીમો દહેજ પો.સ્ટે. ખાતે તેમજ જંબુસર ડીવીઝનના પોલીસ સ્ટેશનની ટીમો જંબુસર પો.સ્ટે. ખાતે મળી કુલ- ૨૬ ટીમો બનાવી જિલ્લામાં કોમ્બીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
કોમ્બીંગમાં ભંગારના ગોડાઉન ચેકિંગ કરી તેમા કામ કરતા પરપ્રાંતીય કામદારની માહિતી/નોંધણી અંગેના જાહેરનામા ભંગ તેમજ શંકાસ્પદ માલ સામાન ચેકિંગ કરી CRPC ૧૦૨ મુજબની કાર્યવાહી તથા સી.સી.ટી.વી. જાહેરનામા ભંગના કેસ તથા બાળ મજદુરી અંગેના કેસો કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. પોલીસે કોમ્બિગ દરમ્યાન જાહેરનામા ભંગના 41 કેસ, દારૂ-જુગારના 27 કેસ કર્યા હતા જ્યારે109 જેટલા ભંગારના શંકાસ્પદ ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી.
#ભરૂચસમાચાર #ભરૂચ #ભરૂચ પોલીસ #અસામાજિકતત્વો #મેગા કોમ્બીંગ
Here are a few more articles:
Read the Next Article