ભરૂચ: દહેજમાં BSFના જવાનના ઘરમાંથી રૂ.9.85 લાખના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

જમ્મુ - કાશ્મીરમાં ફરજ બજાવતા BSF ના જવાનના ભરૂચના દહેજમાં આવેલા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ₹9.85 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા

New Update
images (1)

જમ્મુ - કાશ્મીરમાં ફરજ બજાવતા BSF ના જવાનના ભરૂચના દહેજમાં આવેલા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો ₹9.85 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા

ભરૂચના દહેજના નવા વડીયામાં  ઋષિરૂપ કોમ્પ્લેક્ષ પાછળ 47 વર્ષીય કલ્પનાબેન પંચાલ તેમની દીકરીઓ સાથે રહે છે. તેમની સાથે પરિણીત મોટી દીકરી મોનીકા અને જમાઈ ગૌરવકુમાર મવાની બે વર્ષથી સાથે જ રહે છે.તેઓના પતિ વસંતલાલ બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં હાલ જમ્મુ-કશ્મીરમાં ફરજ બજાવી રહ્યાં છે. ગત 8 ડિસેમ્બરે મોટી દીકરી સગર્ભા હોય ભરૂચ હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા. અને રાતે તેઓની જેઠાણીના ત્યાં જ રોકાઈ ગયા હતા. જમાઈ ગૌરવકુમાર 9 ડિસેમ્બરે રાતે ઘરને તાળું મારી ચાવી બાજુમાં સંબંધીને આપી બે દીકરીઓ સાથે ભરૂચ હોસ્પિટલ આવેલા હતા.કલ્પનાબેન અને પરિવાર 10 ડિસેમ્બરે દહેજ ઘરે આવતા મુખ્ય દરવાજનો નકુચો તૂટેલો હતો. ઘરમાં સામાન વેરવિખેર હતો. બેડરૂમમાં રહેલી બે તિજોરીઓ તોડી તસ્કરો સોનાના 19.25 તોલાના ઘરેણાં, એક કિલો ચાંદીની વિવિધ વસ્તુઓ અને રોકડ 20 હજાર ચોરી કરી લઈ ગયા હતા. દહેજ પોલીસ મથકે આર્મી જવાનની પત્નીએ ₹9.85 લાખની મત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories