/connect-gujarat/media/post_banners/32d026fd007fe413d070b72bdc3bdaa543a7532d230ded37593938486cfd0f8d.jpg)
રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચા ભરૂચ જિલ્લા દ્વારા જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા સહિતની અન્ય માંગણીઓ સંદર્ભે શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
HTAT કેડરની સંખ્યા રેશિયો દૂર કરવા તથા નગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ-પે આપવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા ભરૂચ જિલ્લા દ્વારા રેલી સહિત ધરણાં પ્રદર્શન જેવા આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંયોજક પ્રવીણ બી. સોલંકી સહિતના અન્ય હોદ્દેદારો અને વિવિધ સવર્ગના શિક્ષકો, તલાટીઓ સહિત મોટી સખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.