ભરૂચ: બાળકો ઉપાડી જવાવાળી ટોળકી સક્રિય થઈ હોવાની અફવા ફેલાય, પોલીસે લોકોને અફવા પર ધ્યાન ન આપવા કરી અપીલ

New Update
ભરૂચ: બાળકો ઉપાડી જવાવાળી ટોળકી સક્રિય થઈ હોવાની અફવા ફેલાય, પોલીસે લોકોને અફવા પર ધ્યાન ન આપવા કરી અપીલ

તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ વાઇરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં બે મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. ઘટના બાદ ભરૂચના SP ડો. લીના પાટીલે ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું છે.

SP ભરૂચ દ્વારા ટ્વિટ કરી આ અંગે જણાવવામાં આવ્યું છે કે છોકરાઓને ઉપાડી જતાં.... વાયરલ વિડિયો દ્વારા ફેલાઈ રહેલી અફવાઓથી સાવધાન રહો.... કોઈ સંકાસ્પદ વ્યક્તિ ધ્યાને આવે તો પોલીસ નો સંપર્ક કરવો... જનતાએ કાયદો હાથમાં લઈને કોઈની સાથે મારપીટ કરશે તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.....દરેક જનતાએ ખાસ નોંધ લેવી....

Latest Stories