ભરૂચમાં જોવા મળ્યું વિશાળ ગીધ
ઇજાગ્રસ્ત હાલતમાં જયનારાયણ સોસાયટીમાંથી મળી આવ્યું
જીવદયા પ્રેઓએ કર્યું રેસક્યું
વિશાળ કદના ગીધને જોવા લોકોના ટોળા ઉમટ્યા
માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં જોવા મળતું કુદરતી સફાઈ કામદાર ગીધ આજે નવા વર્ષ 2023ના પ્રથમ દિવસે ભરૂચ શહેરની સોસાયટીમાં જોવા મળતા લોકો તેને ઉત્સુકતા વશ જોવા અને સેલ્ફીઓ લેવા ઉમટી પડ્યા હતા.નવા વર્ષના શુભ આરંભમાં શહેરમાં લિંક રોડ પાસે આવેલ જયનારાયણ સોસાયટીમાં લુપ્ત પ્રજાતિના ગીધ રાજ ઇજાગ્રસ્ત હાલતમાં છે. એવી માહિતી સ્થાનિક જીવદયા પ્રેમી કિશોરભાઈ કાવાએ ભરૂચ વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માને આપી હતી.
તેઓ સાથે કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકરો, રમેશ દવે, યોગેશ મિસ્ત્રી, ઉમેશ પટેલ તત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જઈ જોતા વિશાળ ગીધ નજરે પડતા તેઓ પણ આંનદીત થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત ગીધને સલામત રેસ્ક્યુ કરી ભરૂક વનવિભાગને સારવાર અર્થે નીલકંઠ નર્સરીમાં ઓબ્ઝર્વેશનમાં મોકલી આપવામાં આવ્યું છે.આ ગીધ 12 વર્ષની વયનું અને 14 થી 15 કિલો વજનનું છે. જે 2 થી 3 હજાર કિલોમીટરની ઉડાન ભરી ભરૂચનું મહેમાન બન્યું હોવાનું અનુમાન લગવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે વર્ષ 2008 માં એક ગીધ વસ્તી ગણતરીમાં નોંધાયું હતું.