Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે ભટકાયા, જુઓ

X

નર્મદા મૈયા બ્રિજ બની ગયા બાદ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સર્જાતી જટિલ ટ્રાફિકની સમસ્યા તો ભૂતકાળ બની છે પણ આ ફોરલેન બ્રિજ ઉપર અકસ્માતો અને આત્મહત્યાના પ્રયાસોની ઘટના ચિંતાજનક રીતે બની રહી છે. બ્રિજ પરથી વાહનો ફુલસ્પીડે પસાર થતા હોય અને સર્જાતા અકસ્માતો અટકાવવા બ્રિજના અંકલેશ્વરના છેડે બન્ને લેનમાં સ્પીડ બ્રેકર મૂકી દેવાયા હતા.

જોકે ગુરુવારે આ ગતિરોધકને કારણે અકસ્માત સર્જાયો હતો. વાંક આમાં સ્પીડબ્રેકરનો નહિ પણ છોટા હાથી ના ટેમ્પા ચાલકનો હતો. જે ઝડપભેર અંકલેશ્વરથી ભરૂચ બ્રિજ તરફ આવી રહ્યો હતો. બ્રિજની શરૂઆત પેહલા મુકેલ સ્પીડ બ્રેકર ટેમ્પા ચાલકની નજરમાં આવ્યું ન હતું. એકદમ સ્પીડ બ્રેકર જોતા ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. અને પાછળ આવતા વાહનો પણ ફૂલ સ્પીડમાં હોય તેમનું વાહન કંટ્રોલ નહિ કરી શકતા ટેમ્પા પાછળ બે કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માતના પગલે જોતજોતામાં ચક્કાજામ સર્જાઈ ગયો હતો.

ટેમ્પાની પાછળ સ્વીફ્ટ અને તેની પાછળ અલ્ટો કાર અથડાતા ત્રણેય વાહનોને નુકશાન થયું હતું. જોકે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં કોઈપણ વ્યક્તિને મોટી ઇજાઓ નહિ થતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ટેમ્પા અને બે કારમાં રહેલા લોકોને નાની ઇજા પોહચી હતી.

બ્રિજ બન્યા બાદ ST બસો શરૂ કરાઇ હતી. જોકે ભરદારી અન્ય વાહનો માટે બ્રિજ ઉપર નો એન્ટ્રી જ હતી. હવે આ બ્રિજ પરથી ટેમ્પા, ટ્રક, ખાનગી લકઝરી બસો સહિતના તમામ મોટા વાહનો બેરોકટોક રમફાટ જઇ રહ્યા છે. જેના કારણે નાના વાહનચાલકો અને દ્વિચક્રી વાહન ચાલકોને અકસ્માત સાથે જીવનું જોખમ સતત રહે છે. આટલું ઓછું હોય તેમ ભરદારી વાહનો ફૂલ સ્પીડે બ્રિજ ઉપર જોખમી રીતે ઓવરટેક પણ કરે છે. ત્યારે બ્રિજના છેડે લગાવેલા CCTV થી આવા વાહનો ઉપર દંડનીય કાર્યવાહીની લગામ લગાવવાનું શરૂ કરાઇ તે જરૂરી બન્યું

Next Story