Connect Gujarat
ગુજરાત

ભરુચ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવનથી વર્ચ્યુલ માધ્યમ થકી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો....

X

ભરૂચના સભાખંડ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ

વર્ચ્યુલ પરિસંવાદમાં જિલ્લાના અગ્રણી પત્રકારો જોડાયા

ભરૂચની કલેકટર કચેરીના સભાખંડ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ લાઈવ પ્રસારણમાં ભરૂચ શહેરના પ્રિન્ટ ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહીને લાઈવ પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું. સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધિત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આજે ગુજરાતના ૭.૧૩ લાખ ખેડૂતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

છેલ્લા ત્રણ માસમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમબદ્ધ કરાયા છે. ૧૦ ગામ દીઠ એક કલ્સ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ અને પ્રાકૃતિક ખેતી કરાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ તેમજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.આર ઘાધલ, આત્મા પ્રોજેક્ટ વિભાગના જિલ્લા અધિકારી, જિલ્લા કૃષિ વિભાગના અધિકારી પ્રવિણ માંડાણી કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

Next Story