Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા ગામમાંથી પસાર થતા રેતીના વાહનોને બાયપાસ રસ્તો આપવા ગ્રામજનોની માંગ

ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા ગામમાંથી પસાર થતા રેતીના વાહનોને બાયપાસ રસ્તો આપવા ગ્રામજનોની માંગ
X

ભરૂચના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામમાંથી પસાર થતા રેતીના વાહનોને બાયપાસ રસ્તો આપવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદી ના પટમાથી મોટા પ્રમાણમાં રેતી કાઢવામાં આવે છે ખાસ કરીને તાલુકાના ઇન્દોર, પાણેથા વેલુગામ, નાના વાસણા, જેવા ગામે રેતીની લીઝો આવેલી છે જ્યાંથી રોજની અસંખ્ય ગાડીઓ ઉમલ્લાના મેઇન બજારમાંથી પસાર થાઇ છે જેને લઇ ઘણી વખતે ટ્રાફિક સર્જાતો હોય છે જેથી સ્થાનિક વેપારીઓ દુકાનદારો તેમજ ખરીદી અર્થે આવતા ગ્રાહકો પરેશાન થાય છે.તથા સ્કૂલે જતા બાળકોને પણ તકલીફ પડે છે અને ઘણા નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્રણ દિવસ પેહલા એક ટ્રક ચાલકે એક મહિલાને અડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને એક મકાનની દીવાલ તોડી પાડી હતી ત્યારે ઉમલ્લા પોલીસ દ્વારા પણ ઓવર લોડ રેતીના વાહનો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આ સાથે જ રેતીના વાહનોને બાયપાસ રસ્તો આપવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે

Next Story