Connect Gujarat
ગુજરાત

ભરૂચ: વાગરા પોલીસે ગંધારની અમી સોલ્ટ કંપનીમાં થયેલ કેબલ ચોરીના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા

ભરૂચ: વાગરા પોલીસે ગંધારની અમી સોલ્ટ કંપનીમાં થયેલ કેબલ ચોરીના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા
X

ભરૂચના વાગરાના ગંધાર સ્થિત સોલ્ટમાં કેબલ ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.જેમાં પોલીસે ત્રણ ઈસમો ને ઝડપી પાડયા હતા.પોલીસ ને અગાઉ થયેલ કોપર ચોરી નો ગુનો ઉકેલવામાં પણ સફળતા મળી હતી.આરોપીઓ પાસે થી ૩૫ હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પી.એસ.આઈ આર.એલ ખટાણા એ સૂચના આપી હતી.જેને પગલે વાગરા પોલીસ ની એક ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા.તે દરમિયાન ગંધાર ગામે થી કોસ્ટલ ઓ.પી જવાના માર્ગ પર ત્રણ ઈસમ જી.જે. ૬ સી.એલ. ૨૮૭૭ નંબર ની બાઇક લઈ ને પસાર થઈ રહ્યા હતા.તેઓને અટકાવી તપાસ કરતા તેમની પાસે રહેલા થેલામાંથી કોપર ના ગુચળા મળી આવ્યા હતા.પોલીસે ૩૫૫૦૦/- ₹ નો મુદ્દામાલ CRPC - ૧૦૨ મુજબ કબ્જે લીધો હતો.આ અંગે પોલીસે વધુ પૂછતાછ કરતા પકડાયેલા આરોપીઓ ઇસ્માઇલ કરીમ અલ્લારખા જત રહે ગંધાર, તા.વાગરા,જીસુબ મહમદ ઈસા જત રહે સારોદ, કચ્છીવાડ,તા.જંબુસર અને ઉસ્માન રહેમાન અલ્લારખા જત રહે ચાંચવેલ,તા. વાગરા ના ઓએ વટાણા વેરી દીધા હતા.સદર કોપર વાયર ગંધાર ખાતે આવેલ યોગી સોલ્ટ વર્કસ ના ઇલેક્ટ્રીક રૂમનું તાળું ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના મધરાત્રી તોડીને તેમાં રહેલ ૨૦૦ મીટર કેબલ ચોરી ગંધાર ની સીમ માં સંતાડી દીધા હતા.કેબલને બાળી વેચાણ કરવા જતા ઝડપાઇ ગયા હતા.આરોપીઓ પૈકી ઇસ્માઇલ અને ઉસ્માન ની સઘન પૂછપરછ કરતા ૨૦૧૯ માં ગંધાર સોલ્ટ માંથી ટ્રાન્સફોર્મર તોડી ને કોપર કોઈલ ૧૨૮ કી. ગ્રામ કિંમત ૬૭૦૦૦/-₹ ચોરીની કબૂલાત કરી હતી.વાગરા પોલીસે આરોપીઓની કબૂલાત ને આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story