ભરૂચ : આમોદના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવર પર એંગલ તૂટતા એક કર્મીનું મોત, 2 કર્મીઓ ઘાયલ થયા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું. એક ટાવરના ઉપર 4થી 5 કર્મીઓ કામ કરી રહ્યા હતા.

vlcsnap-2024-07-29-16h09m52s066
New Update

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું. એક ટાવરના ઉપર 4થી 5 કર્મીઓ કામ કરી રહ્યા હતા.

આ દરમ્યાન ટાવર એંગલમાંથી તૂટતા દબાઈ જવાના કારણે એક કર્મીનું મોત નીપજ્યું હતુંજ્યારે 2 કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફકોલવણા ગામના યુવાનોએ ઇજાગ્રસ્તોને કાદવ- કીચડમાંથી મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું. 

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 KV ગવાસદ-સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપરથી કંડકટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4થી 5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા. ત્યાંજ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા જુના તવરા ગામના રહેવાસી 54 વર્ષીય મહેશ ગોહિલનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપર જ તેમણે બુમાબુમ કરી હતીતેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવમાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા કોલવણા ગામના યુવાનો પૈકી એક યુવાન દ્વારા મહેશ ગોહિલને CPR આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.

જોકેમુખ્ય માર્ગથી અડધો કી.મી. અંદર કાદવ-કિચડમાંથી કોલવણા ગામના યુવાનોએ મહેશ ગોહિલ સહિતના અન્ય ઇજાગ્રસ્ત કર્મીઓને મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતુ. ટાવર તૂટવાની ઘટનામાં વિષ્ણુ પટેલ અને દીપક વસાવા ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાજ્યારે મહેશ ગોહિલને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આમોદ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

#Bharuch #CGNews #Transmission Tower #worker died #2 Injured
Here are a few more articles:
Read the Next Article