ઝઘડીયાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયની ઘટના
12થી વધુ વિદ્યાર્થિનીઓ બીમાર પડી જતાં ખળભળાટ
મેડિકલ ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું ચેકઅપ હાથ ધરાયું
વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે PHC કેન્દ્ર ખાતે ખસેડાય
વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર : આરોગ્યકર્મી
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાની આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમા 12થી વધુ વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થતાં મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના સુલતાનપુરામાં આવેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયમાં છેલ્લા 2 દિવસથી કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત એક પછી એક લથડતા વિદ્યાર્થિનીઓને પ્રથમ નજીકના હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. જે બાદ તબિયત વધુ બગડતા ઝઘડીયા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું ચેકપ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં શાળામાં હાજર વિદ્યાર્થિનીઓના બ્લડ સેમ્પલ લઈ અન્ય તપાસ કરતા મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ વાયરલ ઇન્ફેક્શન હોવાનુ જણાવાયું હતું, ત્યારે હાલ તો 12થી વધુ વિદ્યાર્થિનીઓને વાયરલ ઇન્ફેક્શનની અસર થઈ હોય, જે બાદ તેઓને આરોગ્ય ખાતા તરફથી સારવાર અપાયા બાદ હાલ તબીયતમાં સુધારો થયો હોવાનું આરોગ્યકર્મીએ જણાવ્યું હતું, જેથી વિદ્યાર્થિનીઓના વાલીઓ સહિત શાળાના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.