અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ, રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક બાબરનાથની ચાલમાં રેઇડ કરતા આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડ્યા દરોડા

  • એમ.ડી.ડ્રગસનો જથ્થો ઝડપાયો

  • 3 આરોપીઓની ધરપકડ

  • રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીકથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચઢે હે હેતુથી પોલીસ દ્વારા નો ડ્રગસ ઇન ભરૂચ કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સના વેચાણ અંગેની મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ઓમકાર-રની સામે ન્યુ સીટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેઇડ કરતા આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે  શુભમ સંજય પરીહાર, રહે. નીલકંઠ સોસાયટી, ONGC વર્કશોપ પાસે, અંકલેશ્વર, જગદિશ શેલાભાઇ ભરવાડ રહે.૨૨, રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વર અને  વસીમરાજા મો. હનીફ શેખ, રહે.૧૧૪ મન્નત સોસાયટી, આંબોલી રોડ, અંકલેશ્વરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી 79,400ની કિંમતનું એમ.ડી.ડ્રગ્સ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરીક હતો. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીઓ છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories