ભરૂચ ચાંચવેલ ગામેથી 25 કિલો ગૌ-માંસ સાથે 5 શખ્સો ઝડપાયા

૨૫ કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવતા પોલીસે જથ્થામાંથી સેમ્પલો તપાસણી અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા.

New Update
ભરૂચ ચાંચવેલ ગામેથી 25 કિલો ગૌ-માંસ ઝડપાયું

વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌ-વંશનું કલ કરાતુ હોવાની ચોક્કસ માહિતીના આધારે વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર અનિતા જાડેજાએ બે પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા.જ્યાં (૧) રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં તપાસ કરતા ૧૭ કિલોગ્રામ જેટલુ શંકાસ્પદ પશુમાંસ મળી આવ્યુ હતુ. (૨) મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલનાઓના ઘરેથી પણ 1 કિલોગ્રામ(૩) શકીલ સુલેમાન પટેલના ઘરેથી ૩.૫ કિલોગ્રામ તેમજ (૪) ઇમરાન ગફુર પટેલના ઘરેથી પણ ૩.૫ કિલોગ્રામ મળી કુલ ૨૫ કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુમાંસ મળી આવતા પોલીસે જથ્થામાંથી સેમ્પલો તપાસણી અર્થે સુરત ખાતે મોકલી આપ્યા હતા.

જે સેમ્પલોનું પરીક્ષણ થઈ રિપોર્ટ આવતા ગૌ-માંસ હોવાનું માલુમ પડ્યુ હતુ. જેથી વાગરા પોલીસે રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલ,મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલ,સકીલ સુલેમાન પટેલ અને ઇમરાન ગફુર પટેલનાઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓ ચારેયએ ભાગમાં પૈસા કાઢી ગામનાજ ગની અબ્દુલ પાસેથી ૪૦૦૦ રૂપિયામાં ખરીદી કરી હતી.અને તે ગાયનું કલ કરી ભાગે પડતુ માંસ અમોએ લીધુ હતુ.આરોપીઓએ ગાયનું ચામડું સહિત બિનઉપયોગી વસ્તુઓ ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.

વાગરા પોલીસે ઇપીકો કલમ-૨૯૫(ક), ૪૨૯,૨૦૧,૧૧૪ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમ-૫(૧-ક) તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની કલમ-૬ ખ (૧) અને (૨) તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ - ૮ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ -૧૧(૧)(ઢ) તથા GPAct-૧૧૯ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાંચેય આરોપીઓને પોલીસે આમોદ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories