New Update
/connect-gujarat/media/media_files/2025/11/16/pythone-rescue-2025-11-16-17-37-22.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભાગા ગામ પાસે આવેલ સામાજિક વનીકરણ વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.આ અંગે ગામના લોકોએ વાલિયા વન વિભાગની કચેરીએ જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમીઓ કિરણ વસાવા,મોહિત વસાવા સ્થળ પર દોડી આવી મહા મહેનતે અંદાજીત 10 કિલો વજન ધરાવતા અને 7 ફૂટ લાંબા અજગરને પકડી વાલિયા વન વિભાગના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.