અંકલેશ્વર: હાંસોટના કઠોદરા ગામે ભૂંડે 3 વર્ષીય બાળકી પર કર્યો હુમલો, પ્રતિકાર કરતા માતા-પિતાને પણ ગંભીર ઇજા

હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા

New Update
Pig Attack
ભરૂચના હાંસોટ તાલુકાના કઠોદરા ગામે શેરડીના ખેતરમાં ભૂંડના હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 3 વર્ષની બાળકી પ્રાવી વસાવા પર ભૂંડે અચાનક હુમલો કર્યો હતો. ભૂંડ બાળકીને ઉંચકી જતો હોય તે દરમિયાન માતા-પિતાએ સમયસર બચાવ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી.
હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા હતા. ઘટનાના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ઘાયલ બાળકી સહિત માતા-પિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગામ વિસ્તારમાં ભૂંડના વધતા આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.
Latest Stories