અંકલેશ્વર: મામલતદાર કરણસિંહ રાજપૂતની બદલી થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો

અંકલેશ્વર મામલતદાર તરીકે જવાબદારી સંભાળનાર કરણસિંહ રાજપુતે ત્રણ વર્ષ અને 11 મહિના દરમિયાન વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી બદલ 2024 અને 2026માં સન્માન પણ કરવામાં આવ્યું હતું

New Update
Karanrajsinh Rajput
અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતની બદલી થતા તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર મામલતદાર તરીકે જવાબદારી સંભાળનાર કરણસિંહ રાજપુતે ત્રણ વર્ષ અને 11 મહિના દરમિયાન વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન વિધવા સહાય યોજનાના 1882 કેસ મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે વૃદ્ધ સહાયના 237 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. 
આવકના દાખલા અને જાતિના દાખલાઓ સહિત કુલ 21,781 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. 2022માં આવેલ રેલ રાહત ફંડ અંતર્ગત 6000થી વધુ કુટુંબોને સહાયની ચુકવણી કરવામાં આવી હતી. ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ  તેઓનું 2024 અને 2026માં સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે કચેરીના કર્મચારીઓએ તેમને ભાવભીની વિદાય આપી હતી. એક મહિના બાદ  કરણસિંહ રાજપુતને પ્રમોશનથી નાયબ કલેકટર  તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. 
Latest Stories