અંકલેશ્વર: GIDCમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું, આગેવાનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી

New Update
Saraswati Vidyalaya Ankleshwar
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા વિભાગ સપ્તશક્તિ સંગમ કાર્યક્રમના સંયોજિકા ઇલાબેન સુરતીયા ઉપસ્થિત રહ્યા હતા.

Saraswati Vidyalaya Ankleshwar

આ પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટી  છાયાબેન પાટકર, સુવર્ણા દોરીક, ડિસ્ટ્રિક્ટ સાયન્સ એડવાઈઝર ડૉ. રોબિન્સ ભગત, પ્રધાનાચાર્ય સુનિલ મહાજન તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
 
Latest Stories