જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળા દ્વારા કરાયું આયોજન
શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ વન ભોજન કાર્યક્રમ
રેવાઅરણ્ય વન ખાતે વિવિધ વનસ્પતિઓની ઓળખ અપાય
વિદ્યાર્થીઓએ આચાર્ય-શિક્ષકો સાથે વન ભોજનની મજા માણી
ગામના સરપંચ સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ માટે વન ભોજનનું અયોજન કરવામાં આવ્યું હતું.
ગામની નજીકમાં આવેલ રેવાઅરણ્ય વન ખાતે શાળાના બાળકોને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવી તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકગણ સાથે વન ભોજનની મજા માણી હતી. આ પ્રસંગે જુના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.