ભરૂચ : સક્રિય પત્રકાર સંઘ,જન સૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

ભરૂચના સચ્ચિદાનંદ શાળા ખાતે સક્રિય પત્રકાર સંઘ ,જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો

  • સચ્ચિદાનંદ શાળા ખાતે કરાયું આયોજન

  • સક્રિય પત્રકાર સંઘ દ્વારા કરાયું આયોજન

  • જનસૃષ્ટિ ટ્રસ્ટ,નારાયણ હોસ્પિટલના સહયોગથી યોજાયો કેમ્પ

  • મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ કેમ્પનો લીધો લાભ

ભરૂચના સચ્ચિદાનંદ શાળા ખાતે સક્રિય પત્રકાર સંઘ ,જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના સચ્ચિદાનંદ શાળા ખાતે સક્રિય પત્રકાર સંઘ ,જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આંખની તપાસનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન આધુનિક SICS (સ્ટીચલેસ) ટેક્નિક દ્વારા દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેમને મોતિયાની સમસ્યા હોવાનું નિદાન થયું છેતે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. તેમજ જેમને વેલ (પાંપણ/આંખની અન્ય સમસ્યા)ની જરૂરિયાત છે,તેમના માટે પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોક્ટર તરીકે સ્નેહલ સોઢીયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી.

આ ઉપરાંતજેમને આંખના નંબર હોવાનું જાણવા મળ્યું છે તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ સેવાઓ દ્વારા આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી હતી.આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્ય મુનીર પઠાણપૂર્વ પ્રમુખ જયશીલ પટેલફાહમી મોતીવાલાપ્રકાશ મેકવાનઇફતકાર સૈયદગૌતમ ડોડીયાવાહીદ મસદી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,અને કેમ્પને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.

આંખના આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલ આ કેમ્પને મળેલ ઉત્સાહજનક પ્રતિસાદ બદલ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી અને જન સૃષ્ટિ ટ્રસ્ટના ઈશ્વર પરમાર દ્વારા તમામ સહયોગીઓડોક્ટર અને હાજર રહેલા નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories