New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
વિધવાબહેનોનું મહાસંમેલન યોજાશે
રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજન
હિત રક્ષક સમિતિ દ્વારા આયોજન કરાયું
ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન યોજાશે.
મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂ. 3 હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હક્કો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે.આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે.
Latest Stories