અંકલેશ્વર: GIDCમાં નવજીવન ગ્રાઉન્ડ પર ભવ્ય લોકડાયરો યોજાયો, અપેક્ષા પંડ્યા સહિતના કલાકારોએ બોલાવી રમઝટ

એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • ગણેશ મહોત્સવ નિમિત્તે આયોજન

  • ભવ્ય લોકડાયરો યોજાયો

  • અપેક્ષા પંડ્યા,હકાભા ગઢવીએ બોલાવી રમઝટ

અંકલેશ્વરના NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા  કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી
દુદાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એન.એસ.સી. અને એન.વાય.જી. ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ધોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ,લાખા હનુમાનજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝા, ઉદ્યોગ અગ્રણી સંદીપ વિઠલાણી, જૈમીન પટેલ,તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, રમેશ ગાબાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
Latest Stories