આજથી નવરાત્રિ મહોત્સવનો થઈ રહ્યો છે ભવ્ય પ્રારંભ
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
જૂની દીવી-ગુપ્તા ફાર્મથી માઁ અંબાની શોભાયાત્રા યોજાય
ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે શોભાયાત્રાનું સમાપન કરાયું
શોભાયાત્રામાં ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ-સભ્યો જોડાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગુંજ સોશ્યલ ગ્રુપના સભ્યો સહિત નગરજનો જોડાયા હતા.
આજથી માઁ આદ્યશક્તિની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આજરોજ વાગતે ગાજતે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વરના જૂની દીવી ગામ ખાતેથી ગુપ્તા ફાર્મ સુધી માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાય હતી. ત્યારબાદ ગુપ્તા ફાર્મ ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરી માઁ આદ્યશક્તિની સ્થાપના કરવામાં આવી હતી.
આ સાથે જ આજથી શરૂ થતી નવરાત્રીના નવે નવ દિવસ માઁ અંબાની આરધના કરવા માઈભક્તોને ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, નવરાત્રી પ્રોજેક્ટ ચેરમેન સંદીપ પટેલ તથા ગુંજ સોશ્યલ ગ્રુપના તમામ સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.