ભરૂચ: કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદારની ઉપસ્થિતીમાં આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ

New Update
Bharuch Collector Gaurang Makwana
ભરૂચ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટદાર સુ.શ્રી નિશાની ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે વિવિધ કામગીરી વિષયક વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં આવતા તમામ કેસની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે જરૂરી માર્ગદર્શન સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં સિઝનલ ફ્લુનો ફેલાવો ન થાય અને સિઝનલ ફ્લુ થાય તેવા સમયે તકેદારીના ભાગરુપે આરોગ્યલક્ષી જરૂરી સાધનો, દવાઓ, માસ્ક, ટ્રીપલ ટેસ્ટિંગ કિટનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે કે કેમ તે વિગતો જિલ્લા કલેકટરે મેળવી હતી. આ સાથે પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories