અંકલેશ્વર: GIDCમાં તા. 11 માર્ચે નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમિડિયા શો યોજાશે, 100 કલાકારો કરશે રજુઆત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય “નમોત્સવ” અંતર્ગત મેગા મલ્ટીમિડિયા શો અંકલેશ્વરમાં યોજાશે......

New Update
  • અંકલેશ્વરમાં આયોજન

  • જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાશે

  • પી.એમ.મોદીના જીવન ચરિત્રને કરાશે રજૂ

  • 100 કલાકારો કરશે રજુઆત

અંકલેશ્વર જીઆઈડીસીમાં તારીખ 11 માર્ચે નમોત્સવ અંતર્ગત યોજાનાર મેગા મલ્ટીમીડિયા શો અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય “નમોત્સવ” અંતર્ગત મેગા મલ્ટીમિડિયા શો અંકલેશ્વરમાં યોજાવાનો છે. આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન-કવન અને દેશસેવાની સફરને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવશે.
લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટીમિડિયા શો દર્શકોને અનોખો અનુભવ આપશે. પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતણે બાંધશે.કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવનપ્રસંગોને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ 11 માર્ચ 2026ના રોજ સાંજે 6:00 વાગ્યાથી યુટિલિટી પ્લોટ-2 ગ્રાઉન્ડ, ESIC હોસ્પિટલ સામે, G.I.D.C., અંકલેશ્વર ખાતે યોજાશે.કાર્યક્રમ અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,પૂર્વ પ્રમુખ મહેશ પટેલ સહિત અવની ફાઉન્ડેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories