/connect-gujarat/media/media_files/2025/12/17/utthan-2025-12-17-15-54-02.jpg)
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર સ્થિત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર (સીવણ) તાલીમના નવા બેચનો શુભારંભ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર સ્થિત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રમાં બહેનોને વિવિધ કોર્સ અંગેની તાલીમ આપવામાં આવે છે, ત્યારે આ તાલીમ કેન્દ્ર ખાતે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર (સીવણ) તાલીમના નવા બેચનો શુભારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ સંસ્થા દ્વારા ચાલતા પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી, અને તાલીમાર્થી બહેનોને આ તાલીમનો પૂરતો લાભ લઈ સ્વાવલંબન તરફ આગળ વધવા તથા પોતાના કુટુંબને સહારો આપવા નવી શરૂઆત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિ રાજનાથ શુક્લા, ભરૂચના જાણીતા બિલ્ડર અને સામાજિક અગ્રણી રાજન શાહ સહિત સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા તરફથી તાલીમાર્થી બહેનોને નિરીક્ષક નીતા બાળસાકવાલાએ સીવણ ક્લાસ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી વૈશાલી ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અમિતા રાણા, નમીરા શેખ, હેતલ બારોટ, શ્રદ્ધા ગડરીયા, સોનલ રાવલ સહિત અન્ય બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.