New Update
ભરૂચના આમોદના મછાસરા ગામે વિકાસ કાર્યો
શાળાના નવા મકાનનું કરાશે નિર્માણ
રૂ.1.60 કરોડનો કરવામાં આવશે ખર્ચ
ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના આમોદના મછાસરા ગામમાં રૂ. 1.60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શાળાના નવા મકાનના કાર્યનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂ. 1.60 કરોડના ખર્ચે શાળાના નવા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર એકથી દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories