New Update
અંકલેશ્વર ઓ.એન.જી.સી.ખાતે યોજાયો કાર્યક્રમ
ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે આયોજન
વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયુ
બાબા સાહેબના કાર્યોને યાદ કરાયા
ડો.બાબા સાહેબ આંબેડકરના 69માં મહા પરિનિર્વાણ દિન નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ONGC ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણી પ્રસંગે એસેટ મેનેજર જે.એન સુખનંદન અને વક્તા વિજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વાલિયા ગડખોલ સહીત ત્રણ માધ્યમિક શાળાના 120 જેટલા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ અમીત વસાવા,સેક્રેટરી સંજય પરમાર સહીતના હોદ્દેદારી ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories