New Update
/connect-gujarat/media/media_files/2025/10/05/vote-chor-gadi-chod-2025-10-05-12-55-37.jpg)
ભરૂચના આમોદ શહેરના તિલક મેદાન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ કરાયેલ આ અભિયાન આજે આમોદમાં પહોંચ્યું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અભિયાન 3 થી 10 ઓક્ટોબર સુધી રાજ્યના દરેક તાલુકા અને ગામડાઓ સુધી લઈ જવાનું આયોજન છે.
કાર્યક્રમ દરમ્યાન મેહબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે ઈ.વી.એમ. (EVM) પ્રણાલીની ખામીઓ પર કડક ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ઈ.વી.એમ. દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી. મતદારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પારદર્શક મતદાન પ્રણાલીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
Latest Stories