ભરૂચ : જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો, શ્રમયોગીઓનું સન્માન કરાયું...

જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત સરકારની વિવિધ યોજના હેઠળ ચેક વિતરણ સહિત શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવ્યું....

New Update
  • જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

  • વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત કાર્યક્રમનું આયોજન

  • સરકારની વિવિધ યોજના અંગે લોકોને માહિતી અપાય

  • ચેકનું વિતરણ કરી તમામ શ્રમયોગીનું સન્માન કરાયું

  • પાલિકા પદાધિકારીઓ સહિત આમંત્રિતોની ઉપસ્થિતિ 

ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત કારોબારી ચેરમેન અલ્પેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજના હેઠળ ચેક વિતરણ સહિત શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે જંબુસર નગરપાલિકા કચેરી ખાતે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાનથી કરાયો હતો. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓ પૈકી પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂપિયા 15થી 50 હજાર સુધીની સિક્યોરિટી ફી લોન ચેક વિતરણ હુકમ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

આ સાથે જ ત્રીપલ આર સેન્ટરની માહિતી તેમજ જૂના કપડાજુની ચીજવસ્તુઓબિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓપ્લાસ્ટિક વસ્તુઓનો તારા ગૌરી લાઇબ્રેરી ખાતેથી જરૂરિયાતમંદ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો.

આ સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓફાયર કર્મચારીઓને સેફટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્ય જીગર પટેલસલીમ પટેલએન્જિનિયર મયંક ચૌધરીલકધીર જાંબુ સહિત મોટી સંખ્યા નગરપાલિકા સ્ટાફસફાઈ કર્મચારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories