લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કરાયું આયોજન
“બ્લાઇન્ડ ફ્લેગ ડે” નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
દ્રષ્ટિબાધિત નાગરિકો પ્રત્યે સહાયતા દાખવવા કાર્યક્રમ યોજાયો
સમાજમાં સમાનતા લાવવાના સંદેશ સાથે વિચારો વ્યક્ત કરાયા
વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈ તેમના વિચારો રજૂ કર્યા
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે “બ્લાઇન્ડ ફ્લેગ ડે” નિમિત્તે દ્રષ્ટિબાધિત નાગરિકો પ્રત્યે સહાયતા અને સમાજમાં સમાનતા લાવવાના સંદેશ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 14મી સપ્ટેમ્બરને સમગ્ર દુનિયામાં બ્લાઇન્ડ ફ્લેગ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે જન્મથી અંધ વ્યક્તિ સાથે સમાજના લોકોના વ્યવહાર તથા તેમની જરૂરિયાતો અંગે જાગૃતિ કેળવાય તેમજ પ્રજ્ઞાચક્ષુ લોકો પણ દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે હેતુસર ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લાઇન્ડ ફ્લેગ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા દ્રષ્ટિબાધિત નાગરિકોના પ્રત્યે સહાયતા અને સમાજમાં સમાનતા લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે મોટિવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ઉપસરપંચ યુવરાજસિંહ, આગેવાન પ્રદીપ પટેલ, જીતુ પરમાર સહિતના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈ તેમના વિચારો રજૂ કર્યા હતા. આ અવસરે સુંદર કાર્યક્રમના આયોજન બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા તથા મેનેજમેન્ટ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.