New Update
ગુરૂહરિ પૂ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય પર્વનું "હરિપ્રબોધમ યુવા મહોત્સવ" "ગુરુભક્તિ" અર્ઘ્ય સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે.5મી જાન્યુઆરી 2025ના રોજ અંદાજે બે લાખ બિનવ્યસનમુક્તિ અને ધર્મપ્રેમી યુવાનો અને ભક્તોની હાજરીમાં ઉજવાશે.
આ યુવા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 16 નવેમ્બરના રોજ રાત્રે 8થી 10 કલાકે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંબેગ્રીન વેલી ખાતે વિશેષ સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે તારીખ 17 નવેમ્બરે ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ નજીક પણ રાત્રે 8થી10 મહા પ્રસાદી અને વિશેષ સત્સંગનો કાર્યક્રમ યોજાશે.જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
Latest Stories