New Update
/connect-gujarat/media/media_files/2025/09/02/kasturba-gandhi-vidyalaya-2025-09-02-16-30-11.jpg)
અડગ મનના મુસાફરને, હિમાલય પણ નથી નડતો. સાહસિકના સાથમાં, સંકટ પણ નથી ટકતો. આ પંક્તિઓનો અર્થને ખરા અર્થમાં સાર્થક કરી છે, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), શણકોઈમાં અભ્યાસ કરતી વસાવા માનસી કમલેશભાઈએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની અદમ્ય ભાવના અને સખત પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે. માનસીએ તાજેતરમાં ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
આ ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને વધુ અભ્યાસ અને તાલીમ માટે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મળ્યો. નડિયાદ ખાતેની સઘન તાલીમ બાદ, માનસીએ ગ્વાલિયર ખાતે યોજાયેલ નેશનલ કક્ષાની પેરા એથ્લેટિક્સ સ્પર્ધાના U-17 વિભાગમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં તેણે ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંક ત્રણેય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
Latest Stories