New Update
/connect-gujarat/media/media_files/2025/10/08/kapi-police-station-2025-10-08-12-31-15.jpg)
ભરૂચના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં કાર્યરત શિક્ષક દ્વારા સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલમાન સિરાજ નાથા નામના શિક્ષકે વિદ્યાર્થિનીને વિજ્ઞાન મેળામાં ભાગ લેવાનું બહાનું આપી ભરૂચ લઈ ગયો હતો. પરંતુ ભરૂચ શહેરના સીટી સેન્ટર પાર્કિંગ વિસ્તારમાં તેણે વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરી હોવાનું બહાર આવ્યું છે.
આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની ફોર-વ્હીલર ગાડીમાં બેસાડી અંદાજે એક કલાક સુધી અડપલાં કર્યા હતા. બાદમાં છોકરીએ વિરોધ કરતાં આરોપીએ ધમકી આપી કે જો આ બાબત કોઈને જણાવી તો તેને જાનથી મારી નાખશે.ઘટનાની જાણ થતાં કાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસએ આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories