ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને અનોખી શ્રદ્ધાંજલિ, ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

ભરૂચની  નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને શ્રદ્ધાંજલિ આપવા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આયોજન

  • કવિ કાન્તને અપાય શ્રદ્ધાંજલિ

  • ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

  • સાહિત્ય પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચની  નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને શ્રદ્ધાંજલિ આપવા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી સાહિત્યના લોકપ્રિય કવિ મણીશંકર રત્નજી ભટ્ટ “કાન્ત”  જેમને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જાણીતા નિર્દેશક જય ખોલિયા દ્વારા કવિ કાન્તના જીવન અને સાહિત્યસર્જન પર નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું દર્શન આ અવસરે કરાયું હતું.
સાથે જ સાહિત્યકાર ડો.મીનલ દવેએ કુસુમ સરખા કાન્ત વિષય પર વક્તવ્ય આપ્યું હતું.સદર કાર્યક્રમમાં જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિન પટેલ, શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા,શાળાના આચાર્ય મહેશ ઠાકર અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories