અંકલેશ્વર: સજોદ ગામે મેલડી માતાના મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરતી મહિલાના CCTV બહાર આવ્યા, તોડફોડ પણ કરાય

સજોદ ગામના આહિર ફળીયામાં મેલડી માતાજીના મંદિરમાં મધ્યરાત્રિ દરમ્યાન એક અજાણી મહિલા આવી અને મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી તોડફોડ કરી

New Update
Sajod Meldi mata mandir
અંકલેશ્વરના સજોદ ગામમાં આહીર ફળીયામાં મેલડી માતાજીના મંદિરમાં  રાત્રીના અરસામાં એક અજાણી મહિલા તોડફોડ કરતી સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. અંકલેશ્વરના સજોદ ગામના આહિર ફળીયામાં  મેલડી માતાજીનું મંદિર આવેલું છે.આ મંદિર ખાતે મધ્યરાત્રિ દરમ્યાન એક અજાણી મહિલા આવે છે અને  મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરે છે. અંદર તોડફોડ કરે છે.
આ અજાણી મહિલા છેલ્લા બે ત્રણ દિવસથી મંદિરમાં આવે છે અને તોડફોડ કરે છે.આ અંગેની જાણ ગ્રામજનોને થતા ગામના આગેવાનોએ મંદિરના સીસીટીવી ચેક કરતા અજાણી મહિલા પ્રવેશ કરતી અને તોડફોડ કરતી કેદ થઇ હતી.આ ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે ગામના આગેવાન નવનીત આહિરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મહિલાની હજુ ઓળખ થઈ નથી આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવશે.
Latest Stories