અંકલેશ્વર: જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં કેન્સરનું જટીલ ઓપરેશન કરી મહિલા દર્દીનો જીવ બચાવાયો

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે 48 વર્ષીય મહિલા દર્દી સારવાર માટે આવ્યા હતા

New Update

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે બરોળ-સ્પ્લીનના કેન્સરનું સફળ ઓપરેશન કરી મહિલા દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે 48 વર્ષીય મહિલા દર્દી સારવાર માટે આવ્યા હતા જે મહિલાને બરોળ–સ્પ્લીનનું કેન્સર  હોવાનું જાણવા મળતા વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઝડપથી નિદાન થાય તેવા પ્રયાસ હાથ ધરાયા હતા.જરૂરી તપાસ સાથે યોગ્ય સાવચેતી રાખી દર્દીનું ઓપરેશન કરી આખી બરોળ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું હતું.આ ઓપરેશન બાદ સાબિત થાય છે કે દુર્લભ અને જટિલ કેન્સર હોય તો પણ તેની યોગ્ય કુશળતા પૂર્વક સારવાર અને નિદાન શક્ય બની શકે છે. આ સફળ ઓપરેશન અંગે હોસ્પિટલના હેડ અને રેડિએશન ઓનકોલોજિસ્ટ ડૉ.તેજસ પંડ્યા, કેન્સર સર્જન ડૉ. દિવ્યેશ પાઠક અને  મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.આત્મી ડેલીવાલાએ વિગતવાર માહિતી આપી હતી.
Latest Stories