ભરૂચ : ઝઘડીયાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટમાં કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું...

ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

New Update
  • ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીકની ઘટના

  • શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાય

  • કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું મોત નીપજ્યું

  • બનાવના પગલે અન્ય કર્મચારીઓમાં અફરાતફરી

  • પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં મોટા પ્રમાણમાં સિલિકા પ્લાન્ટ આવેલા છે. આ પ્લાન્ટમાં અવારનવાર દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છેત્યારે ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ શિલીકા પ્લાન્ટમાં ગત રાત્રિના સમયે દુર્ઘટના સર્જાય હતી. આ પ્લાન્ટમાં 25 જેટલા શ્રમિકો મજૂરીકામ કરે છે. જે પૈકી અમદાવાદના 32 વર્ષીય શ્રવણ કુમાર શ્રીજોખુરામ ગૌતમ પ્લાન્ટમાં ઈલેકટ્રિશયન તરીકે નોકરી કરે છે.

મળતી માહિતી અનુસારગત રાત્રિના એક વાગ્યાના અરસામાં શ્રવણ કુમાર ગૌતમ પ્લાન્ટમાં હાજર હતોત્યારે કન્વેયર તેનો બેલ્ટમાં હાથ આવી જતા તે મશીનમાં ખેંચાઈ ગયો હતો. જોકેગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પ્લાન્ટમાં હાજર અન્ય શ્રમિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી.

બનાવની જાણ થતાં જ પ્લાન્ટ મેનેજર રાજકુમાર સુરેન્દ્ર પાલ સહિત અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતાજ્યાં જોતાં શ્રવણ કુમાર ગૌતમ કન્વેયર બેલ્ટમાં ફસાયેલ અને મૃત હાલતમાં જોવા મળ્યો હતો. સમગ્ર બનાવ અંગે રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ મૃતદેહને અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મૃતકના પરિજનોને મૃતદેહ સોંપવામાં આવતા તેઓ તેના વતન ખાતે લઈ જવા રવાના થયા હતા.

Latest Stories