ભરૂચ : નવેઠા ગામે સમસ્ત વણકર સમાજ દ્વારા સન્માન સમારોહ સહિત યુવક-યુવતી પસંદગી મેળો યોજાયો...

નવેઠા ગામ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણીત યુવક–યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા આયોજન કરાયું

  • નવેઠા ગામ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

  • સમાજના શ્રેષ્ઠીઓને શાલ ઓઢાડીને સન્માનીત કરાયા

  • અપરણીત યુવકયુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન

  • મોટી સંખ્યામાં સમાજ અગ્રણી અને મહેમાનોની ઉપસ્થિતિ 

ભરૂચ તાલુકાના નવેઠા ગામ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણીત યુવકયુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના નવેઠા ગામ ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તેમજ અપરણીત યુવકયુવતીઓ માટે પસંદગી મેળો યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ પદે માઁ મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજી પરમાર ઉપસ્થિત રહ્યા હતાજ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા, DIAના સેક્રેટરી બળદેવ આહિરસમાજ આગેવાન ચંદ્રકાંત સેલતકનુ પરમારરાજેન્દ્ર સુતરીયામહેશ પરમારમનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર તથા ગણેશજીને પુષ્પમાળા અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓને એવોર્ડ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. આ સાથે જ અપરણીત યુવકયુવતીઓ માટે પસંદગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓઅપરણીત યુવકયુવતીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories