અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો
અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે