New Update
-
ભરૂચના હાંસોટના સુણેવ ગામ નજીક આવેલું છે એડવેન્ચર પાર્ક
-
યુહુ એડવેન્ચર પાર્કને સિલ કરાયુ
-
પરવાનગી વગર ચાલતું હતું એડવેન્ચર પાર્ક
-
હાંસોટ મામલતદાર દ્વારા કરાય કાર્યવાહી
-
પોલીસ કાફલો પણ સાથે રખાયો
ભરૂચના હાંસોટના સુણેવકલ્લા ગામ ખાતે યુહૂ એડવેન્ચર અને નેચરલ પાર્કને હાંસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની મંજૂરી વગર પરવાનગી વગર ગેમ ઝોનની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર ગેમ ઝોન થીમ પાર્ક , એડવેનર પાર્ક, સહીત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે.આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી વગર ધમધમતા અંકલેશ્વર -ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા.આ વચ્ચે હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક કાર્યરત હતો જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા.
અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યુહુ એડવેન્ચર પાર્ક અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાને જાણ થતા આજરોજ તેઓએ હાંસોટ પોલીસને સાથે રાખી યુહૂ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરુ કરી હતી જ્યાં સંચાલકો પાસે કોઈપણ મંજૂરી ના હતી.
વધુમાં ફાયર એન.ઓ.સી સહીત સક્ષમ અધિકારીના મજૂરીના કોઈ પણ પુરાવા ના મળી આવતા મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતને ટાંકીને યુહુ એડવેંચર પાર્કના સંચાલકોને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું.
Latest Stories