New Update
ભરૂચ જિલ્લામાં વધુ એક કૌભાંડ
મનરેગા બાદ વધુ એક કૌભાંડ બહાર આવ્યું
અંકલેશ્વરમાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું
ખોટી રીતે લાભાર્થી બનાવાયા હોવાના આક્ષેપ
નગરપાલિકા પ્રમુખે આપ્યા તપાસના આદેશ
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે શૌચાલય કૌભાંડ સામે આવ્યું છે.અંકલેશ્વરમાં સામે આવેલ આ કૌભાંડ અંગે નગરપાલિકા પ્રમુખે તપાસના આદેશ આપ્યા છે.
અંકલેશ્વરમાં લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય લાભાર્થી તરીકે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.લાભાર્થીઓની યાદી સામે આવતા ગોટાળા નો ભાંડો ફૂટ્યો છે. લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમાં કરાવનાર લોકોના દસ્તાવેજનો ઉપયોગ કરી આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા હતા.
જાગૃત નાગરિકો અને ભોગ બનેલા કેટલાક લોકોએ અંકલેશ્વર નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી.આ મામલે પાલિકા પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
અંકલેશ્વર પાલિકા એટલે કે અર્બન વિસ્તાર માં ગરીબ અને શ્રમજીવી પરિવાર પાસે જેમની પાસે શૌચાલયની વ્યવસ્થા ના હોય તેવા પરિવાર ને શૌચાલય બનવી આપવા માટે યોજના અંતર્ગત પાલિકા એક બે નહિ પણ 1906 શૌચાલય જે તે વખતે 12 વોર્ડ માં બનાવ્યા હતા.આજે 10 વર્ષ બાદ આ ગોબાચારી નો પરપોટો ફૂટ્યોછે. જેમાં એક પરિવારના 4 સભ્યોના નામે શૌચાલય પણ બાંધવામાં આવ્યા હોવાના કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Latest Stories