અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડીયા ચોકડી નજીક વીજ પોલ પાસે પડેલા ખાડામાં પાણી પીવા જતા બે ગાયના કરંટ લાગતા મોત નીપજ્યા હતા
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ દુર્ઘટના સર્જાઇ હતી.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કનોડીયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યો હતો. આ દરમિયાન વીજપોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા ત્રણ ગાયને કરંટ લાગ્યો હતો જેમાં કરંટ લાગતા બે ગાયના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક ગાયને બચાવી લેવામાં આવી હતી.
બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. બે ગાયના કરંટ લાગતા મોત નિપજતા તેને મોટું આર્થિક નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે