અંકલેશ્વર: NH 48 પરથી કોલેજ જઈ રહેલા 2 યુવાનોના અકસ્માતમાં મોત, અજાણ્યાવાહને મોપેડને મારી ટક્કર

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડ ને ટક્કર મારતા મોપેડ સવાર બે યુવાનોના નિપજ્યા હતા.

New Update
  • અંકલેશ્વર નજીક સર્જાયો અકસ્માત

  • ખરોડ ચોકડી નજીક મોપેડને નડ્યો અકસ્માત

  • અજાણ્યા વાહનચાલકે મોપેડને મારી ટક્કર

  • મોપેડ સવાર 2 યુવાનોના મોત

  • યુવાનો કોલેજ જઈ રહ્યા હતા એ દરમ્યાન બની દુર્ઘટના

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે મોપેડ ને ટક્કર મારતા મોપેડ સવાર બે યુવાનોના નિપજ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.હાઇવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહનચાલકે મોપેડને ટક્કર મારી હતી જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવાર બંન્ને યુવાનો અંકલેશ્વરના દઢાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે.બન્ને યુવાનો કોસંબા ખાતે આવેલ કોલેજમાં જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નિપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખની હશે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે બ્રિજ નીચે જ અકસ્માતની આ ઘટના બની હતી.
Latest Stories