અંકલેશ્વર: પુનિત નગરમાં બાઈક પર આવેલા 3 તસ્કરોએ ચોરીનો કર્યો પ્રયાસ

અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાં આવેલ પુનિત નગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોની  હરકત સીસીટીવી કેમેરામાં કેદ

New Update
અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાં આવેલ પુનિત નગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોની  હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અંકલેશ્વરમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના બોરભાઠા નજીક આવેલ પુનિત નગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક પર આવેલા ત્રણ તસ્કરો એક મકાનની બહાર ઉભા છે અને તાળું તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે તેમાં તેમને નિષ્ફળતા મળી હતી  ત્યારબાદ તસ્કરોની આ તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર પંથકમાં ચોર અંગેની અફવાએ જોર પકડ્યું છે તેવામાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Latest Stories