અંકલેશ્વર: મુંબઈના બારમાંથી વિદેશી દારૂ લઈ ભાવનગર કારમાં જતા 4 આરોપી ઝડપાયા,રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update
  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

  • રૂ.66 હજારનો મુદ્દામાલ જપ્ત

  • મુંબઈથી ભાવનગર લઈ જવાતો હતો દારૂ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસેથી ઇનોવા ગાડીમાં પેસેન્જર તરીકે બેસેલ મહિલા સહિત ચાર ઈસમોને 66 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થનાર છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા પાસે વોચ પર ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 692 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 61 હજારનો દારૂ અને ફોન મળી કુલ 66 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતો હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ,સતીશ ખોડા સરધારા,વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડને ઝડપી પાડી ચારેયની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાનની બેગમાં જથ્થો ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી.
Latest Stories